Sunday, 21 April 2013

સ્ત્રી સન્માન

દોસ્તો
પરમકૃપાળુ પરમેશ્ર્વર ના સ્ત્રી સ્વરૂપ  જગત જનની મા જગદંબાની પુજા કરતા સમાજમાં સ્ત્રીનું આટલું ધોર અપમાન  વારંવાર શા માટે થયા કરે છે?
એક ઘટના ઉપર કાગારોળ કરતો સમાજ પોતાના અંતરઆત્મા ને ઢંઢોળી શકશે?
દોસ્તો દિલ્હી ગેગરેપ કે પાંચ વર્ષની બાળકી ઉપરનો બળાત્કાર જેવી ઘટનાઓ બને અને મિડીયા તેને હાઇલાઇટ કરે ત્યારે જ(દેશ આખામાં રોજે રોજ કેટલીયે દામીનીઓ પીંખાય છે) સમાજ કાગારોળ કરવા બેસી જાય. પણ કોઇને પણ પોતાની જાત સામે જોવુ નથી કે નથી પોતાની સદીઓ પુરાણી માનસિકતા બદલવી ને કોઇ આમ કરવાનુ કહે તો લોકોની લાગણી દુભાઇ જાય અને આવી ધટના નો ખોટી રીતે દાખલો બેસાડી પાછો તેનો ઉપયોગ પણ સ્ત્રીઓ  ઉપર જ પ્રતીબંધો મુકવામાં જ થાય અને બીજો  ઉપયોગ નિર્દોષ પુરૂષોને જેલ ભેગા કરે તેવા કાયદા બનાવવામાં થાય.
“કોઇ છોકરો કોલેજ માંથી છુટી પોતાની બસ પકડાવા ઝડપ,ઝડપથી જતો હોય ને તેની આગળ કોઇ સ્ત્રી પણ એ જ બસ સ્ટોપ તરફ જતી હોય  અને જો એ સ્ત્રી ને માત્ર વહેમ (મિત્રો “વહેમ” શબ્દ ઉપર ગૌર ફરમાયે) પડે કે પેલો છોકરો તેનો પીછો કરે છે તો બાપડો પેલો સાવ નિર્દોષ છોકરાનુ તો આવી બને ને જેલ ભેગો થઇ જાય એટલુ જ નહી પણ તેને તેનો કાયદાથી બચાવ કરવાનો હક્ક પણ નહીં.”
  દોસ્તો દિલ્હી ગેંગરેપ પછી બેકફુટ પર આવી ગયેલી સરકારે આવા કાળા કાયદા બનાવ્યા.
શું આવ્યુ તેનુ પરીણામ? શુ આખા દેશમાં બળાત્કાર  થતા બંધ થઇ ગયા?

શું છે સ્ત્રી-પુરૂષના સંબધો?દોસ્તો આપણો સમાજ હજુ એટલો મેચ્યોર નથી બન્યો કે સ્ત્રિ-પુરૂષના સંબધોને સહજ રીતે લે.આપણે જેવા કોઇ કપલ ને જોઇએ એટલે તરત તેમની વચ્ચેના સબંધોની વ્યાખ્યા કરવા બેસી જઇએ છીએ અને  એ પણ આપણી સંકુચીત મનોદશાના ચોકઠાઓમાં. જો એ સંબધો આપણા ભેજામાં ના ઊતરે( દોષ કોનો?) એટલે તરત જ આપણે જાતે જ “જજ” બની એ સંબધોને હિણ કક્ષાનુ જજમેન્ટ આપી દઇએ છીએ.અરે હજુતો આપણે  એટલા પણ મેચ્યોર નથી બન્યા કે એકબીજાને નામથી  સંબોધન કરી શકીયે આપણે એટલો દંભ ખુલ્લે આમ કરીએ   છીએ કે સામે વાળાને ભાઇ,બેન,કાકા,કાકી,માસા,માસી,ભાભી,......વગેરે વગેરે બનાવી દઇએ છીએ.  કેમ????? શું કામ???????  તેમની સાથે ખરેખર રિશ્તેમેં તો હમ તુમારે ફલાણા (ભાઇ ,બેન,કાકા,કાકી,માસા,માસી,ભાભી,......વગેરે વગેરે)  લગતે હૈ એવો રિશ્તો છે કે પછી દંભ ખાતર જ. શું  ઉપરના લીસ્ટ સિવાય પવિત્ર,મેચ્યોર્ડ સંબધો ન હોઇ શકે?  
દોસ્તો સ્ત્રી-પુરૂષના કોઇ પણ સંબધોમાં સ્ત્રીનું માન,સન્માન,આદર, “dignity”  નું રક્ષણ અને તેની લાગણીઓની કદર થવી જ જોઇએં  ભલે પછી એ સંબધો  મિત્રતા,ક્લાસમેટ, પ્રેમી-પ્રેમિકા,પતિ-પત્ની,લિવ ઇન, વન નાઇટ કેજ્યુઅલ રીલેશન કે નામ વગરનો લાગણીનો સબંધ હોય.

જ્યાં સુધી આપણા મગજમાંથી( મગજમાં હોય તે જ સમાજમાં હોય) દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ દુર નહીં કરીયે ત્યાં સુધી આપણને  હાથમાં મિણબત્તી લઇ નીકળી પડવાનો કોઇ અધીકાર નથી. સમાજનો ભંયકર દંભ તો જુઓ  જે સ્ત્રીઓ પોતાની જ હજુ તો જન્મી પણ નથી તેવી પુત્રીની ઠંડા કલેજે હત્યા કરાવી નાખે છે. એ જ પાછી દિલ્હી ગેંગ રેપ જેવા પ્રસંગોએ  સ્ત્રીઓના અધીકારના સરઘસોમાં નીકળી પડે છે.
        “અરે ભાઇ પહેલે  અપને ગીરેબાંમે ઝાંક કર તો દેખો”
દર વખતે પુરૂષોને જ દોષી ગણતી નારીમુક્તીના ઝંડા લઇ ફરતી સ્ત્રીઓ જ સ્ત્રીનું શોષણ કરે ત્યારે શું તેનો જવાબ માંગનાર છે કોઇ ?

પાકિસ્તાનમાં મલાલાને માથામા ગોળીઓ ધરબી દેનાર તાલીબાનો અને કહેવાતા સભ્ય સમાજની માનસીકતામાં ઝાઝો તફાવત નથી. બંનેને સ્ત્રિઓને ,દિકરીઓને  ગુલામ બનાવીને રાખવી છે. ઘરમાં દિકરી  ઉપર જ બધા પ્રતિબંધો છોકરાને જે કરવુ હોય તેની છુટ અરે જે માધ્યમ વ્યક્તી સ્વાતંત્રનુ પર્યાય છે તે ફેસબુક એકાઉન્ટ પણ દિકરીને બનાવવુ હોય તો અઢાર જાતની શરતો અને પાછુ ધરનો પુરૂષ સભ્ય તેની નીગરાની રાખે અને છોકરો ફેસબુકનો ધારે તેવો  ઉપયોગ કરે તેની  ઉપર કોઇ  નિંયત્રણ નહી પાછુ બહાનું તો હાથ વગુ જ કે છોકરી “બગડી” જાય  અરે વાલી મહાશય તો પછી છોકરો નહીં બગડી જાય?
મહિલા મોરચાઓ,મહિલા સંગઠનો, મહિલા અધિકારના ઝંડા ધારીઓ અને મહિલા કલ્યાણ ના ભાષણો કરતા મહિલા પ્રમુખો કેમ કોઇ પોતાના ઘરથી શરૂઆત નથી કરતું?
       દોસ્તો સંમતીથી સેક્સનો કાયદો  બદલવામાં  ખુદ સરકારે જ પોતાની ફજેતી કાઢી. સરકાર ના વિચિત્ર વર્તનથી સમાજમા જે ભ્રમ પહેલેથી હતો જ એ વધારે મજબુત બન્યો કે સેક્સ ને બળાત્કાર બંને સરખા, સુગવાળા, ખરાબ અને ધ્રુણાસ્પદ છે. દોસ્તો આ લેખમાં આગળ આની વિસ્ર્તુત ચર્ચા કરેલી જ છે કે સેક્સ અને બળાત્કારની વચ્ચે કેટલો મોટો તફાવત છે.
સરકારે બળાત્કાર ના મામલે પોલીસ નિસ્કીય ન રહે તેની એફ. આઇ.આર. નોંધી ઝડપી કાર્યવાહી કરે તથા આ કેસો  કોર્ટોના ઓલરેડી ઓવરલોડ કેસોના કારણે વિલંબમા ન પડે તેની તજવીજ કરવાની હતી( કાયદા તો ઓલરેડી બનાવેલા હતા જ)   તેની જગ્યાએ સેક્સ અને બળાત્કાર નો ખિચડો કરી નાખ્યો. પરીણામ આપણી સામે જ છે ફરીથી દિલ્હિમાં જ પાંચ વર્ષની માસુમ,નિર્દોષ બાળકીને પીંખી નાખવામાં આવી  અને પોલીસે નિર્લજ્જ બની તેના વાલી ઉપર રૂ. 2000/ માં કેસ દબાવવાની દાદાગીરી કરી.  પોલીસે નિર્લજ્જતાની તથા કાયરતાની હદ વટાવી વિરોધ કરી રહેલી વિદ્યાર્થીનીને ચાર લાફા ઝીંકી દિધા.
સરકારે હડબડાહટ માં સંમતીથી સેક્સની ઉંમર જે પહેલેથી જ 16 વર્ષ હતી તેની 18 વર્ષ કરી ફરી પાછી 16 વર્ષ કરી ( હવે આ તબ્બક્કે  ઝંડા લઇ ફરતા “ટોળા”એ મામલો પકડી લીધો.) અને વળી પાછી 18 વર્ષ કરી નાખી. આ બધામાં  ખરેખર જે નો અભિપ્રાય લેવા જેવો હતો તેવા વિદ્વાનો,સાયન્ટીસ્ટો, સેક્સોલોજીસ્ટો અને જે છોકરીઓ અને છોકરાઓ  16 થી 18 વર્ષની વચ્ચેના છે તે બધાનો તો કોઇ પણ અભિપ્રાય લેવાની તસ્દી જ લેવામાં ન આવી  આખો મામલો વૈજ્ઞાનીક રીતે ઉકેલવાને બદલે ટોળાશાહીથી ઉલઝાવવામાં આવ્યો.
       “સેક્સ સૃષ્ટી  ઉપરનો સૌથી પવિત્ર સંબધ”
 જ્યાં સુધી  ભારતીયસમાજ (યુરોપના ફ્રાન્સ જેવા દેશો પાસેથી આ અભીગમ શિખવા જેવો છે) સ્ત્રીમાં રહેલા નારીત્વ(સેક્સ)ને  પવિત્ર નજરે તથા સન્માન સાથે અને સહજ ભાવે નહીં જોવે ત્યા સુધી જંગલી પશુ જેવી માનસીકતા જવાની નથી અને જંગલી હેવાનો નારીત્વનુ અપમાન કરતા રહેવાના.
મિત્રો આપણા ડિ.એન. એ. માં સદીઓથી એવુ  ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવ્યુ છે કે સેક્સ એ ખરાબ અને ઘ્રુણાસ્પદ છે. એટલે “સેક્સ આ સૃષ્ટી  ઉપરનો સૌથી પવિત્ર સંબધ છે”  એ વાત પચાવવી ઘણી અઘરી બાબત છે પણ  દોસ્તો  સ્ત્રી સન્માન જેવી અમુલ્ય બાબત માટે સહેલા કે સગવડીયા પગલા લેવાથી કંઇ વળવાનુ નથી. વિચારોની ક્રાન્તી કરવી જ પડશે.

 શું આપણા માતા પિતાએ કરેલા ખરાબ,ઘ્રુણાસ્પદ સેક્સ થકી આપણે  આ ધરતી  ઉપર આવ્યા છીએ?

દોસ્તો સેક્સ અને બળાત્કારને  કોઇ સંબધ નથી. સેક્સ(સંભોગ) મરજીથી થાય છે અને  બંને પાર્ટનરનુ એકબીજા પ્રત્યેનુ માન વધી જાય છે જ્યારે બળાત્કાર એક જઘન્ય અપરાધ છે જે મરજી વિરૂદ્ધ થાય છે.
એવુ ધારી લેવાની જરા પણ ભુલ કરવા જેવી નથી કે  અજાણ્યો કે પછી જાણીતો પણ સ્ત્રીએ  સેક્સની પરવાનગી ન આપી તેવો પુરૂષ તેની સાથે સંબધ બાંધે તેને જ બળાત્કાર કહેવાય ખરેખરતો પ્રત્યેક એવો સેક્સ સંબધ કે જેમા તેના નારીત્વનુ સન્માન ન થતુ હોય અને તેને ભોગવવાની ચિજ ગણવામાં આવે તે પણ બળાત્કાર જ ગણાય પછી ભલેને તે સ્ત્રિની સંમતીથી જ તેના પ્રેમી કે બોયફ્રેન્ડ કે પતિ દ્વારા જ  કેમ બાંધવામા ન આવ્યો હોય.

લીટમસ ટેસ્ટ:

દોસ્તો પ્રત્યેક પુરૂષમાં પરમાત્માનો અંશ હોય છે અને પ્રત્યેક નારીમા નારાયણીનો અંશ રહેલો છે માટે નર-નારાયણીમાં અસમાનતા  હોઇ જ ન શકે. નારાયણીના સન્માન વગર નરનું સન્માન પણ શક્ય નથી.
-દિપ્તેશ

No comments:

Post a Comment