દોસ્તો,
ડો.હંસલ ભચેચ નો આજના ગુજરાત સમાચારમાં શતદલ પુર્તિ માં "તારી અને મારી વાત" માં લખેલ લેખ પ્રેમમાં હોય તેમના માટે અને પ્રેમભગ્ન પાત્રો બંન્ને માટે ખુબજ ઉપયોગી લાગ્યો એટલે તમારી સેવામાં રજુ કરુ છુ.-દિપ્તેશ
તારી અને મારી વાત - હંસલ ભચેચ
સંબંધમાં સાથી શું કહે છે તેના કરતાં શું કરે છે તે અંગે સભાનતા
રાખવાથી એનું સંબંધ પ્રત્યેનું 'કમીટમેન્ટ' મૂલવી શકાય છે
- 'કમીટમેન્ટ ફોબીક' વ્યક્તિઓ સંબંધ રાખે છે પરંતુ વિકસાવતા
નથી. તે સંબંધ હૃદયથી નહિ પણ મગજથી જાળવે છે અને કોઇપણ પ્રકારના ભવિષ્યના
આયોજન કરતા ખચકાય છે
'જે મારી ઈન્દ્રિયોને આનંદ આપે તે મારા માટે સૌથી મહત્વનું છે, બાકી બધું તેની પાસે ગૌણ છે' આ શબ્દો સત્તરમી સદીમાં જીવી ગયેલા ઇટાલિયન સાહસિક ઝ'કોમો કાસાનોવાના છે. તેની ઈન્દ્રિયોને આનંદ આપે તેવી વસ્તુઓની યાદીમાં સ્ત્રી સૌથી મોખરે હતી. સ્ત્રીઓ સાથેના તેના અનેક સંબંધોને કારણે તે આજસુધી એટલો ચર્ચામાં રહ્યો છે કે તેનું નામ 'વુમનાઇઝર'નો પર્યાય બનીને રહી ગયું છે! 'કાસાનોવા' એટલે સ્ત્રીઓથી ના ધરાતો ભોગભૂખ્યો પુરુષ! તમને થશે કે 'કમીટમેન્ટ ફોબીક'ની વાત કરવાની હતી અને આ કાસાનોવોની વાત પર ક્યાં ચઢી ગયા? કનેકશન છે, આ બે વચ્ચે, કારણ કે મને એમ લાગે છે કે જીવનમાં અનેક સ્ત્રીઓ સાથેના સંબંધો પછી એકપણ સાતત્યપૂર્ણ સંબંધ ના ધરાવતો કાસાનોવા 'કમીટમેન્ટ ફોબીક' હતો.
'કમીટમેન્ટ ફોબીઆ' સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં વધુ જોવા મળે છે. ભૂતકાળમાં કે પ્રેમસંબંધો અંગેની અંગત માન્યતાઓ મોટાભાગના કિસ્સાઓમાં ભાગ ભજવતી હોવા ઉપરાંત અને અંગત કારણોસર આ વ્યક્તિઓ સંબંધમાં પ્રતિબધ્ધતાપૂર્વક બંધાતા ડરતા હોય છે. તેમને સંબંધોની જરૃરીયાત હોય છે પરંતુ સ્વતંત્રતા અને અંગત મોકળાશ છીનવઇ જવાના ભયથી અજાગ્રત સ્તરે પીડાતા હોય છે.
આકર્ષક અભિગમ ધરાવતી આ વ્યક્તિઓ સંબંધો બાંધવામાં ઝડપી અને રોમેન્ટિક હોય છે પરંતુ લાગણીઓના સંદર્ભમાં અસંવેદનશીલ હોય છે. ખૂબ પ્રેમાળતાથી વર્તતી અને સંભાળ લેતી આ વ્યક્તિઓ વચ્ચે વચ્ચે 'ગૂમ' પણ થઇ જાય જેથી સાથીને આડકતરો મેસેજ આપી શકે કે મને લાંબાગાળાના કમીટમેન્ટમાં રસ નથી! ગૂમ તો એવા થાય કે તેમનો સંપર્ક પણ મુશ્કેલ બની જાય, તમારા સંપર્કના પ્રયત્નોને તે ક્યારે, કેવો પ્રતિભાવ આપશે તે નક્કી કરવું અઘરું હોય છે.
વાસ્તવમાં 'લવ એન્ડ હેટ' જેવી મનોદશામાં જીવતી આ વ્યક્તિઓ જ્યારે સંબંધમાં હોય ત્યારે છૂટવા ફાંફા મારતી હોય અને જ્યારે છૂટી જાય ત્યારે બાંધવા રઘવાઇ રહેતી હોય! પરિણામે, તે પોતાની 'કમીટમેન્ટ' નહિ કરવાની ચેષ્ટા માટે વિવિધ સ્પષ્ટતાઓ અને ખુલાસો આપતા રહે છે અને જો સાથી એ મુદ્દે સંબંધ તોડી જવાની વાત કરે તો ઘણીવાર અભિગમ બદલાવાના વચનો આપતા પણ અચકાતા નથી. પરંતુ, પોતાની આ માનસિકતાથી સાથી કેટલા હેરાન થાય તે વિચાર તેમને ક્યારે'ય સતાવતો નથી! જો તમે સ્માર્ટ હોવ અને તેની ચેષ્ટાઓનું ઝીવણટભર્યું મૂલ્યાંકન કરી શકતા હોવ તો તમને ચોક્કસ ખબર પડે કે તેમના વર્તન-વ્યવહારમાં 'તું થોડો સમય ખાસ છું પણ કાયમ નથી' એવો અભિગમ સૂક્ષ્મ રીતે જોવા મળતો જ હોય છે. આવી વ્યક્તિઓ પોતાની ઉંમર કરતા વધુ મોટી કે વધુ નાની ઉંમરની વ્યક્તિઓ સાથે સંબંધો વિકસાવતી હોય છે જેથી ઉંમરના મુદ્દો 'કમીટમેન્ટ'થી દૂર રહી શકાય. દા.ત. પચાસ વર્ષના પુરુષ અને બાવીસ વર્ષની સ્ત્રી વચ્ચે સંબંધ રાખવા સિવાય બીજું શું કમીટમેન્ટ હોઇ શકે?! આ વ્યક્તિઓ સંબંધ રાખે છે પરંતુ વિકસાવતા નથી. તે સંબંધ હૃદયથી નહિ પણ મગજથી જાળવે છે અને કોઇપણ પ્રકારના ભવિષ્યના આયોજન કરતા ખચકાય છે. પોતાના સાથીને સંબંધમાં કઠપૂતળીની જેમ પોતાની ઈચ્છા અનુસાર નચાવતી આ વ્યક્તિઓને જ્યારે એમ લાગે કે હવે 'કમીટમેન્ટ' બતાવ્યા વગર છૂટકો નથી ત્યારે તે સંબંધમાંથી યેન-કેન-પ્રકારેણ ઉચાળા ભરી જતા હોય છે. સંબંધોમાં તેમની પાસે વફાદારીની અપેક્ષાઓ ઠગારી નીવડે છે. ઘણીવાર આવી વ્યક્તિઓ સંબંધમાં વધુને વધુ ખરાબ વ્યવહાર કર્યે જતી હોય છે જેથી સાથી સામેથી સંબંધ તોડી નાખે અને તે 'કમીટમેન્ટ' કરવાથી બચી જાય. વધુમાં, આવી વ્યક્તિઓને કામનું વળગણ હોય છે અને સંબંધો કરતા તે કામને વધુ મહત્વ આપતા હોય છે.
જો તમારો સાથી 'કમીટમેન્ટ ફોબીક' હોય એવો અણસાર તમને આવે તો તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ઉતાવળ ના કરો, ભવિષ્યમાં સંબંધ તૂટતા અને 'હર્ટ' અને 'ગીલ્ટ' ઓછો થશે. સંબંધમાં આગળ વધવાની ઉતાવળ ના કરો અને જરૃર પડે સિફતપૂર્વક દૂર થઇ જાવ. જો આવી વ્યક્તિઓ તમને છોડી જાય તો તમારી જાતને દોષ દેવાની જરૃર નથી પણ અનુભવમાંથી શીખીને ભવિષ્યમાં આવી વ્યક્તિઓથી દૂર રહો. જો પાછા વળવું શક્ય ના હોય તો સંબંધ ઉપર એને કાબૂ ધરાવવા દેવા કરતા તમારો કાબૂ રાખો. તમે કદાચ એને બદલી નહિ શકો પરંતુ, તેની ઉપર ડીપેન્ડન્ટ ના રહીને અને તેને મોકળાશ અનુભવાય તેવું વાતાવરણ સર્જીને કાબૂમાં રાખી શકો. સંબંધમાં એ શું કહે છે તેની ઉપર વિશ્વાસ રાખવા કરતા એ શું કરે છે તેની ઉપર વિશ્વાસ રાખો. તમારી જાતને માનસિક રીતે તૈયાર રાખો કારણ કે જ્યારે એની જરૃર હોય ત્યારે એ તમને ઉપલબ્ધ જ ના હોય તેવું બને.
જો તમે પોતે 'કમીટમેન્ટ ફોબીક' હોવ તો સૌ પ્રથમ આ બાબત સ્વીકારો, માનસિકતા બદલવા અને જવાબદારી લેવા પોતાની જાતને તૈયાર કરો અને એ માટે જરૃરી મદદ લેવાની તૈયારી રાખો.

પૂર્ણવિરામ/લિટમસ ટેસ્ટ:
બુદ્ધિ-ચાતુર્ય વગરની સ્ત્રી ગમે તેટલી સુંદર હોય તો પણ પુરુષને તેનું આકર્ષણ ભોગવવા પૂરતું જ રહે છે!!
R U Agree?
ReplyDeleteR U Disagree?
Like to add something?
Please "Comment"
-Diptesh