10th માં આવતા વિદ્યાર્થીઓ તથા તેમના વાલી મિત્રો માટે અગત્યની ટીપ્સ
·
બોર્ડ આવ્યુ, બોર્ડ આવ્યુ
હવે શું કરવું ? આ પ્રકારનો ડર તમારા મગજમાંથી જ કાઢી નાખો
જેટલા રિલેક્સ તમે 8માં કે 9માં ધોરણમાં હતા તેનાથી પણ વધારે રિલેક્સ બની જાઓ.
·
રિલેક્સ રહેવાથી જ
તમારી અભ્યાસ કરવાની રસ અને રુચિ વધશે.
·
રિલેક્સ રહેવાથી જ તમે
ને તમારા વાલી ખોટા ડિસીજનસ્ લેવામાંથી બચશો.
·
હું ફલાણા ક્લાસ જોઇન
કરી લઉ ને ઢીંકણાનુ ટ્યુશન બંધાવી દવુ તેવી મનોદશામાંથી બહાર નીકળો. તમારી
જરુરિયાતો સમજો.
·
તમારી પાસે એક દિવસના
24 કલાક હોય છે. તેમાથી રાત્રીનો સમય બાદ
કરીએ પછી દિવસના લગભગ 12 કલાક બચે છે. તેમાં
થી સ્કુલનો ટાઇમ આવવા જવા સાથે ગણીએ તો 8
થી 10 કલાક થાય. તે પછી સ્કુલનુ લેશન કરવા તથા અન્ય પ્રવૃત્તી કરવાનો સમય ફક્ત 2
થી ૪ કલાક જ બચે છે.
·
જો તમે અન્ય
વિદ્યાર્થીની દેખા દેખી થી ટ્યુશન કે ક્લાસીસ જોઇન કરશો તો તેના માટે રોજના ૨ થી ૩
કલાક અને ટ્યુશનનું લેશન કરવા પાછા બીજા 2 થી ૩ કલાક એટલે ટોટલ બીજા ૪ થી ૬ કલાક
ક્યાંથી લાવશો? તેનો વિચાર કરો.
આ ૪ થી ૬ કલાક રોજ ના વધારાના ઉભા કરવા શું ઉજાગરા કરશો? સ્કુલમાં થી બંક
મારશો?
ઉજાગરા કરશો તો તમારી યાદ શક્તિ ઉપર
તેની ખરાબ અસર પડશે જે છેવટે નુકશાનકારક સાબીત થશે.
સ્કુલમાંથી ભાગી જશો કે સ્કુલનું લેશન,પ્રોજેક્ટસ્ નહીં કરો તો તમારા ઇન્ટરનલ
30% માર્કમાંથી મોટા ભાગના ગુમાવશો.
જુન 2011 થી સર્વગ્રાહી મુલ્યાંકન
પદ્ધતી નો અમલ શરૂ થયેલ છે.
આ પદ્ધતિ અનુસાર તમારુ મુલ્યાંકન નિચે પ્રમાણે થાય છે.
·
શાળા કક્ષાએ વિવિધ
પ્રવ્રુત્તિઓ
·
અલગ અલગ વિષયોના
પ્રોજેક્ટ કઈ રીતે અને કેટલા સમયમાં પૂરા કર્યા
·
વિદ્ધાર્થીની વર્તણુક
તથા હાજરી
·
અન્ય કસોટીને આધારે
કરાતું મુલ્યાંકન.
સમેટીવ તથા ફોર્મેટીવ એસેસમેન્ટ
એટલે ગોખણપટ્ટિને બદલે
·
સમજ શક્તિ
·
તર્ક શક્તિ
·
સર્જનાત્મક શક્તિ
·
વિશ્લેષણ શક્તિ
વાર્ષીક પરિક્ષામાં ગુણની ગણતરી નીચે પ્રમાણે થાય છે.
30 % આંતરીક મુલ્યાંકનના
+ 70 % વાર્ષીક પરિક્ષાના ટોટલ માંથી
=
100 ગુણ ટોટલ
આ પ્રમાણે ટકા લાવવા બિલકુલ સરળ થઇ ગયુ
હોવાથી
·
ટ્યુશન જવાની બિલકુલ જરૂરિયાત રહી નથી.
·
જેથી પૈસા તથા સમયનો બચાવ કરી શકાય છે.
·
જે કોઇ સારા ઉપયોગી કામમાં વાપરી શકાય
છે.
લીટમસ ટેસ્ટ:
·
રિલેક્સ રહો
·
શાળામાં મન લગાવી બરાબર અભ્યાસ કરો.
·
શાળાના ગુરૂજનો પ્રત્યે માન અને આદર
રાખો.
·
તમારા પ્રોજેક્ટસ્ સમયસરપુરા કરો.
·
બરાબર ભોજન લો
·
બરાબર ઉંઘ લો,નિરોગી રહો સ્વસ્થ રહો.
અનુકુળતા હોય તો થોડું ધ્યાન યોગ કરો.
·
પેપર સ્ટાઇલ અને પાછલા બે ત્રણ વર્ષના
બોર્ડમા પુછાયેલ પ્રશ્નો નો મહાવરો કરો.
·
જો હજુ પણ કોઇ મુંઝવણ હોય તો મારો સંપર્ક કરો.
આપનો દોસ્ત
દિપ્તેશ
જે મિત્રોને અહીં કોમેન્ટમાં સવાલ કરવા ન ગમતા હોય તે મને ઇ મેઇલ કરી શકે છે
મારુ ઇ મેઇલ એડ્રેસ આ રહ્યુ :
ravaldiptesh@gmail.com.
No comments:
Post a Comment