“ધ રિયલ સ્ટાર”
દોસ્તો
એક છોકરી કે જે સ્કુલમાં હતી ત્યારે ખુબ જ સુકલકડી હતી, દાંત બંધાવેલા તથા
ચશ્મા પહેરતી હોવાથી તેના ક્લાસમેટ તેને ખુબ ચિડાવતા હોવાથી એક તબ્બક્કે તો તેણે આપઘાત કરવાનું વિચારેલુ. તે જ છોકરીએ મોટી થઇ હોલીવુડના
મોટા ભાગના એવોર્ડસ્ પોતાના નામે કર્યા. દોસ્તો તેણે હોલિવુડની ફિલ્મોમાં જબરજસ્ત
એક્ટીંગ અને કામણગારી (સેક્સી) કાયાના
કામણ વડે આપણા દિલોદિમાગ ઉપર કાયમ માટે ફેન્ટસીનો અજાયબ જાદુ કરી દિધો.
“તેની એક્ટીંગન ધુધવતા દરીયાના વેવ્સ કે જેની ઉપર સર્ફીંગ કરવાનો
રોમાંચ આપણા ચેતાતંત્રના દરેક કોષને ઝણઝણાવી મુકે તે આ રહ્યા :
લુકીંગ ટુ ગેટઆઉટ, સાઇબોર્ગ -2, હેકર્સ, વિધાઉટ એવીડંસ, ફોક્સ ફાયર, લવ ઇઝ ઓલ ધેર ઇસ, મુજાવે મુન, ટ્રુ
વુમન, જ્યોર્જ વાલેસ, પ્લેઇંગ ગોડ, પ્લેઇંગ બાય હાર્ટ, હેલ્સ કિચન, ગિયા,પુશિંગ
ટિન, ગર્લ ઇન્ટરપ્ટેડ, ધ બોન કલેક્ટર,ગોન
ઇન 60 સેકન્ડ, લારા ક્રોફ્ટ : ટોમ્બ રાઇડર,
ઓરીજીનલ સિન, લાઇફ ઓર સમથીંગ લાઇક ઇટ, બિયોન્ડ બોર્ડર્સ, ધ ક્રેડલ ઓફ
લાઇફ(ટોમ રાઇડર),એલેકઝાંડર, શાર્ક ટેલ,ટેકીંગ લાઇફસ્, સ્કાય કેપ્ટન એન્ડ ધ વર્લ્ડ
ઓફ ટુમોરો, મિ.એન્ડ મિસિસ સ્મિથ અને ધ ગુડ શેફર્ડ.
તેની કાબેલીયતના પુરાવા:
• ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
(1998,1999,2000)
• નેશનલ બોર્ડ ઓફ રીવ્યુ
ઓફ મોશન પિક્ચર એવોર્ડ (1998)
• સ્ક્રીન એક્ટર ગિલ્ડ એવોર્ડ
(1999,2000)
• એકેડમી એવોર્ડ (2000)
• પ્રોડ્યુસર ગિલ્ડ એવોર્ડ(2011)
આ સિવાય ઘણી બધી વાર “નોમિનેટ” થઇ.
દોસ્તો તમે ઓળખી જ ગયા હશો તેમ છતાં કહી દઉં કે તે છોકરી બીજી કોઇ નહીં પણ
કમનીય કાયા, કામણગારી આંખો અને ચિત્તભ્રમ કરી દેતું દેહલાલિત્ય ધરાવતી
“એન્જલીના જોલી”.
દોસ્તો એન્જલીનાને એક્ટીંગ બ્લડમાંજ મળેલી. તેના મમ્મી-પપ્પા બંન્ને એક્ટર
હતા. તેણે “ટીન” એજથી જ એક્ટીંગની શરૂઆત થિયેટર દ્વારા કરી દિધી હતી.1998માં
”ગીયા”માં જબરજસ્ત એક્ટીંગથી તેણે “સ્ટાર સ્ટેટસ” મેળવી લીધું.એ પછીની સફળતાના
વેવ્સ ઉપર તો આપણે આ લેખની શરુઆતમાં જ સર્ફીંગ કરી લીધું.
સ્ટાર એક્ટ્રેસ ઉપરાંત આપણીઆ “એન્જલ”
સમર્પિત માનવતાવાદી પણ છે.તે 2001માં યુ.એન. રેફ્યુજી એજન્સી ની ગુડવીલ
બ્રાંન્ડ એમ્બેસેડર હતી.2005 માં તેને “ગ્લોબલ હુમેનીટેરીયન એક્શન એવોર્ડ”
યુનાઇટેડ નેશનસ્ એસોસીએશન ઓફ યુ.એસ.એ. તરફથી શરણાર્થીઓ માટેના આંદોલન માટે
એનાયત થયો હતો
એક લીવ-ઇન રીલેશન અને બે વાર લગ્ન નિષ્ફળ ગયા પછી છેવટે પ્રખ્યાત હોલીવુડ એક્ટર બ્રાડપીટ સાથે
કોઇ પણ લેબલ વગરનું સહજીવન સુખેથી પસાર કરી રહેલી એન્જેલીના જોલીએ ત્રણ ત્રણ અનાથ બાળકો
દત્તક લીધેલા છે તથા તેણે પોતાની કુખેથી બ્રાડપીટના ત્રણ સંતાનોને પણ જન્મ આપ્યો
છે. તો દોસ્તો આ રીતે આપણી આ “ એન્જલ” છ બાળકોની માતા છે. દોસ્તો જો પ્રેમ સાચો હોય તો લગ્ન નામના “લેબલ” ની જરૂર રહેતી નથી તે એન્જલીના અને
બ્રાડ પીટની જોડીએ સાબિત કર્યુ છે.
દોસ્તો એન્જલીના માને છે કે,
"We come to
love not by finding the perfect person, but by learning to see an imperfect person
perfectly."
દોસ્તો ઉપર મે જે ચિત્તભ્રમ કરી દેતા તેના દેહલાલિત્યનો ઉલ્લેખ કર્યો તે તુચ્છ મનુષ્યો માણે તેની દેવતાઓને જેલસી(ઇર્ષા) થઇ. દેવતાઓ ને એમ લાગ્યુ હશે
કે અમારા સ્વર્ગની અપ્સરાને પણ પાણી ભરતી કરી
દે એવુ આ ફિગર(દેહ લાલિત્ય) તુચ્છ મનુષ્યો
માણી જાય? એટલે “મ્યુટેશન ઓફ બિ. આર. સી.એ. 1” નામનો રાક્ષસ તેની માતામાંથી
જીનેટીકલી એન્જલીનાના કામણગારા શરીરના ડિ.એન. એ. માં દાખલ કર્યો(
તેની માતાનું મૃત્યુ અંડાશયના કેન્સર (“ovarian cancer”) થી થયું હતું) પણ આપણી
આ “ટોમ રાઇડર” એમ આ રાક્ષસને તાબે થાય તેવી
નથી તણે “double mastectomy” : માસ્-ટેક્-ટોમી =માસ્ટેક્ટોમી
સર્જરી કરાવી આ રાક્ષસ
જીતી ના જાય તેવો ઉપાય કરાવી દિધો.
દોસ્તો તમે જાણતા જ હશો
કે માસ્ટેક્ટોમીમાં સ્તન કેન્સર થવાની
સંભાવના હોય કે કેન્સરની શરુઆત હોય તે સ્તનનો રોગગ્રસ્ત ભાગ કે પછી આખેઆખું સ્તન
કાઢી નાખવામાં આવે છે ઘણીવાર એક સ્તનમાં કેન્સર જણાય તો પણ તકેદારી તરીકે બંન્ને
સ્તન કાઢી નાખવામાં આવે છે. બંન્ને સ્તન કાઢી નાખવાની સર્જરીને “double mastectomy” કહે છે.
તો દોસ્તો તમને થશે કે
તો પછી અપ્સરાને પણ પાણી ભરાવે તેવું દેહલાલિત્ય આ કામણગારી પાસેથી છિનવાઇ
ગયું? પણ ના દોસ્તો થેન્ક્સ ટુ સર્જીકલ સાયન્સ ઇનોવેશન્સ આપણી આ “પરી”એ
તેનું ઉરજસૌંદર્ય પરત મેળવી લીધુ છે.એન્જલીનાએ “ડબલ માસ્ટેક્ટોમી” પછી “ રિકન્સ્ટ્રક્શન
સર્જરી” કરાવી દિધી છે. જેમાં પ્લાસ્ટિક સર્જરી દ્વારા સિલિકોન ઇમ્પ્લાન્ટ કરી
સ્તન સૌંદર્ય લગભગ પહેલા જેવુ જ આકર્ષક કરી દેવામાં આવે છે.
દોસ્તો આ “mastectomy” માટે મેડિકલ
બિરાદરી એકમત નથી. ઘણા
ડોક્ટરોનું મંતવ્ય એવું છે કે કેન્સર
ડિટેક્ટ ના થયું હોય તો ફક્ત તકેદારી માટે આ સર્જરી કરવી હિતાવહ નથી તેની સાઇડ
ઇફેક્ટને પણ ધ્યાનમાં લેવી જોઇએ. કેન્સર થવાની સંભાવના હોય તે સ્ત્રિ જાતે જ સભાન
હોય છે અને તેની તપાસ નિયમિત ધોરણે કરાવતી જ હોય છે તેથી કેન્સરની શરૂઆત પકડાય તે સાથે જ આ સર્જરી કરી
શકાય અથવા બીજી ઓલ્ટરનેટીવ
ટ્રીટમેન્ટ જેવી કે કેમોથેરાપી કે
મેડીસીન ટ્રીટમેન્ટ પણ કરી શકાય છે.
આપની પેશે ખિદમત એક
ખુબ જ ઉપયોગી લીંક મુકી રહ્યો છું આશા રાખુ કે તમે લાભ જરૂરથી લેશો. લીંક
માટે ઉપર આપેલ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામીનેશન ની તસવીર ઉપર ક્લીક કરો.
દોસ્તો ભલે ટેલનીકલ વાદવિવાદ ચાલતો રહે પણ એન્જલીનાએ સ્તન કેન્સર અંગે દુનિયાભરમાં જે જાગ્રુતિ ફેલાવી તેના માટે એનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો. આ જાગ્રુતિને કારણે લાખ્ખો કરોડો મહિલાઓની જીંદગી કેન્સર ક્યોરેબલ સ્ટેજમાં જ પકડાઇ જવાથી ચોક્કસ બચી જશે.
દોસ્તો ભલે ટેલનીકલ વાદવિવાદ ચાલતો રહે પણ એન્જલીનાએ સ્તન કેન્સર અંગે દુનિયાભરમાં જે જાગ્રુતિ ફેલાવી તેના માટે એનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો. આ જાગ્રુતિને કારણે લાખ્ખો કરોડો મહિલાઓની જીંદગી કેન્સર ક્યોરેબલ સ્ટેજમાં જ પકડાઇ જવાથી ચોક્કસ બચી જશે.
દોસ્તો આ લેખનો મુખ્ય
હેતુ જ સ્તન કેન્સર સામે જન જાગ્રુતી ફેલાવવાનો છે હું ઇચ્છીશ કે તમામ સ્ત્રિઓ
સ્તન કેન્સર સામે જાગ્રુત થાય અને આ રાક્ષસને ઉગતો જ ડામી દે.
લીટમસ ટેસ્ટ:
જીવનના અગ્નીપથ પર “ડર”ને મહાત કરનારને જ દેદીપ્યમાન ઝળહળતા “સિતારાઓ”માં
સ્થાન મળે છે.
-દિપ્તેશ
-દિપ્તેશ